હોમ ઈતિહાસ વેબસાઈટ લોંન્ચીંગ ફોટો સંપર્ક   Link Partner
 
 
ચમત્કારના અંશો
વિનાશક ભૂકંપ પછીની ઘટનાઓ
શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રસાદ
તીર્થની ઉપલબ્ધ સગવડો
અતીતની આરસી
ગેડી ગામથી આગમન
યાદગાર પ્રસંગો
બોર્ડિંગ અને વિદ્યાલય
પ્રીતિ જગાડે ભક્તિ
રૂટો અને અંતર
અન્ય ઉપયોગી માહિતી
આવનારા મંજલ અવસરો
પુજય કલાપ્રભ સુરીજીનો સંદેશ
ફોટો ગેલેરી
સમર્પિત ટ્રસ્ટ મંડળ

ગેડી ગામથી આગમન

નિર્માણાધીન જિનાલયના મૂળનાશક પ્રભુશ્રી મુનિસુવ્રત સ્વામી પરમાત્મા ગેડી ગામમાંથી પ્રાપ્ત થયા છે. કચ્છ – વાગડના રાપર પાસે આ ગામ છે. આ ગામના જિનાલયના જિનબિંબો અતિ પ્રાચીન છે. મૂળનાશક શ્રી મુનિસુવ્રતસ્વામીના પ્રતિમાજી ૩૧“ ઈંચના અતિ રમણીય છે.

આ જિનાલય માલાશાહ નામના એક શેઠે બંધાવેલું. આ શેઠ વિશેની દંતકથા પણ રોચક છે. માલવ નામનો ઘીનો એક વેપારી હતો. એક વખત એની દુકાને એક ભરવાડણબાઈ ઘીનો ભરેલો ઘડો લઈને વેચવા આવી. ઘડો ઈંઢોણી સાથે નીચે મૂકી બીજુ કામ પતાવવા એ આજુબાજુ ગઈ. માલવ શેઠે ઘી વજન કરી બીજા સાધનમાં ખાલી કરી ઘડો એની જગ્યાએ પાછો મૂકી દીધો. ખાલી ઘડો પાછો ઘી થી ભરાઈ ગયો. શેઠ આશ્ર્વર્યમાં પડી ગયા. ઘડા નીચે મૂકેલ ઈંઢોણીમાં કોઈ ચમત્કાર છે. એ વાત શેઠ સમજી ગયા.

પેલી ભરવાડણ પાછી આવતાં એમણે ઘીના પૈસા અને ઈંઢોણીની મો માંગી રકમ એને આપીને ઈંઢોણી ખરીદી લીધી. આ રીતે માલવ તવંગર બની ગયો. કહેવાય છે કે અણહીલવાડ પાટણમાં એક શ્રીમંત શેઠને ત્યાં જમણવાર હતો. ત્યારે એમાં ઘીની જરૂર પડતા, માલવે આ રીતે પુષ્કળ ઘી પૂરું પાડયું હતું.

આ શ્રીમંત શેઠે માલવને ઘીના જે પૈસા આપેલ તે પૈસામાંથી માલવે જિનાલય બંધાવેલું. આ સિવાય માલવવાવ અને માલસર તળાવ પણ બંધાવ્યા હતા. આ મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ખૂબ જ નયનરમ્ય અને પ્રભાવક મુખારવિંદ વાળા છે.

ગેડી ગામનું જિનમંદિર પણ ભૂકંપમાં ભગ્ન થતા અને ગામમાં વર્તમાનકાળે જૈનોની વસ્તી ન હોવાથી શ્રી સંઘે આ પ્રતિમાજી શ્રી કટારીયાજી તીર્થને અર્પણ કરવાનો યોગ્ય અને અનુમોદનીય નિર્ણય લીધો.

અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કરી વાગડ સમુદાય નાયક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શન અને આશીર્વાદ પૂર્વક તીર્થના જિર્ણોધ્ધારનું કાર્ય શરૂ થયું.

તીર્થના ગૌરવને ૧૬ કલાએ ખીલવે એવું ત્રણ ગર્ભગૃહ યુક્ત, ઉન્નતશિખર, અંદરથી શ્વેત સંગેમરમર અને બહારથી બંસીપહાડના ગુલાબી પત્થરમાં શોભતું, સુવિશાલ, દેવવિમાન તુલ્ય પ્રસાદનું નિર્માણ કુશલ શિલ્પી દ્વારા કરવામાં આવ્યું છે. નવા મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનો જ્યારથી કટારિયા તીર્થે મંગલ પ્રવેશ થયો છે. ત્યારથી જીર્ણોધ્ધારનું કાર્ય વધુ વેગવંત બન્યું અને કાર્યકર્તા ટ્રસ્ટીગણ તેમજ સંઘમાં વિશેષ ઉલ્લાસ પ્રગટયો છે. કટારીયા તીર્થને ભારતભરમાં બેનમૂન અદ્વિતીય બનાવવા સૌ કટીબધ્ધ બન્યા આ માટે નવું શું શું કરી શકાય ? તેનો વિચાર – વિમર્શ શરૂ થયો.

જાણે કોઈ અધિષ્ઠાયક દેવનો સંકેત જ હોય તેમ “શ્રી શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રાસાદ” ની અદ્દભૂત રૂપરેખા ઉપસી આવી, નિષ્ણાતોની સલાહ – માર્ગદર્શન અનુસાર શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યાનો સમન્વય કરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો.

“શ્રી શત્રુંજય પંચરમેષ્ટિ પ્રાસાદ” માં મૂળનાયક તરીકે શ્રી ઋષભદેવ પરમાત્માને બીરાજમાન કરવામાં આવશે, જેમની પંચધાતુની ૩૧ ઈંચની ધ્યાનમગ્ન, શાંતરસઝરતી અદ્દભૂત પ્રતિમા તેમજ અન્ય ૨૧ ઈંચના ૯ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવશે.
વધારે વાંચો
હોમ    |    ઈતિહાસ    |    સંપર્ક
શ્રી કટારિઆજી મહાતીર્થ
વલ્લભપુર – કટારીયા, તા.ભચાઉ-કચ્છ. ફોન નં. 09979409968


Concept & Design by PR Consultancy