૪૦૦ વર્ષથી વધારે પ્રાચીન તીર્થ ૧૬ મી સદીમાં મોગલકાળમાં વિશાળ ભોયરા સાથે નું શ્રી કટારિયા સંઘે બનાવેલ. અને મુળનાયક તરીકે ચરમ તીર્થપતિ શ્રી મહાવી સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા અકબર બાદશાહ પ્રતિબોધક આ. શ્રી હીરસૂરિશ્વરજી મ.સા. ના પટ્ટશિષ્ય વિજયસેન સૂરિજીએ કરાવેલ.
આ પ્રાચીન ચમત્કારી મૂર્તિની વિશિષ્ટતા એ છે કે, મૂર્તિ જ્યારે ભગવાન સદેહે હતા તે દેહ પ્રમાણ છે.
આ તીર્થની કંઈક ચડતી પડતીઓ આવી. કાળક્રમે મુસ્લીમ શાસકોના આક્રમણ થકી પ્રભુજીને સંઘ વાંઢીઆ મુકામે લઈ ગયા.