વિનાશક ભૂકંપ પછીની ઘટનાઓ

વિધિની ક્રૂરતા જુઓ વિ.સં. ૨૦૫૭માં કચ્છનો મહા વિનાશકારી ભુકંપ આવ્યો અને સમસ્ત ગામ તથા જિનાલય સંપૂર્ણ ખંડે બન્યું. પ્રભુકૃપાએ બિરાજમાન પ્રતિમાજી યથાવત હતા (આ પણ એક ચમત્કાર છે.) આ તીર્થનું જીર્ણોદ્વાર અને પુનઃ નિર્માણ કરવાનું આવશ્ય્ક બન્યું. આ મહાકાર્ય હતું જ પરંતુ પ.પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજીના દિવ્ય આશીર્વાદ થકી અને પૂ. આચાર્ય સૂરીશ્વરજીના મ.સા. ના માર્ગદર્શન પ્રયત્નો અંગર્ગત ૨૦૫૯માં આ તીર્થને જેટ સ્પીડથી નિર્માણ કાર્યનો પ્રારંભ કર્યો. નવનિર્માણ પછી તીર્થમાં મૂળ નાયક તરીકે પૂ. આ ભગવંત કલાપૂર્ણસૂરીશ્વરજીની છેલ્લી ઈચ્છા અનુસાર રાપર તાલુકાના ગેડી ગામના શ્રી મુનિસુવ્રત સ્વામીજીનો (૩૧” ની ભવ્ય પ્રાચીન પાંડવ પુજિત) પ્રસન્નતા પ્રેરક પ્રતિમાજીને મૂળ નાયક તરીકે બિરાજમાન કરવામાં આવ્યા છે અને આચાર્ય ભગવંત કલાપ્રભસૂરીશ્વરજીની નિશ્રામાં વિ.સ. ૨૦૬૨ના ભાદરવા સુદ – ૧૦ ના ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ત્યારથી મુળનાયક મુનિસુવ્રત સ્વામીજીની પુજા અર્ચના માટે દર શનિવારે નિયમિત સેંકડો શ્રધ્ધાળુઓ તીર્થમાં પધારી પોતાના સઘળા સંતાપ – પરિતાપને વિરામ આપે છે.