શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રસાદ

તીર્થ પુનઃ નિર્માણની સાથે સંકુલમાં શ્રી શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રસાદનું નવું નિર્માણ કાર્ય પણ શરૂ કર્યું. આ પ્રસાદ અને નવ દેરીઓનો ઝુમખો એ શિલ્પ શાસ્ત્ર તથા જ્યોતિષ શાસ્ત્રનો સમન્વય કરી નિર્માણ કરેલ છે. મુળનાયકશ્રીની ૩૧” ની પંચ ધાતુની સોના જડીત પ્રતિમાં અને અન્ય ૯ પ્રતિમાંની પ્રતિષ્ઠા થઈ. આ એક ભારતની અજાયબી બની રહી છે. અહીં નવ ગ્રહો જાણે રાહુના સહાયક બનવા આતુર હોય તેમ નવગ્રહ શ્રી શત્રુંજય પંચ પરમેષ્ઠિ પ્રાસાદ છે. આંખ ઠરે અને હૈયા હરખે એવા આ પ્રાસાદની કાષ્ઠ કારીગરી અને સંગેમરમરની અનોખી નકશીકલા કંઠારેલી છે. આ એક તીર્થનું અજોડ ઘરેણું છે અને સાથે સાથે તીર્થી સંકુલમાં કચ્છ વાગડ પ્રદેશના પરોપકારી ગુરૂ ભગંતોની ચીર સ્મૃતિ અર્થે સુંદર ગુરૂ મંદિરનું નિર્માણ પણ શિરમોર છે.

આમ આ નવનિર્માણ પ્રાચિન – જાગૃત સ્થાપીત તીર્થમાં સમગ્ર ભારત માંથી શ્રધ્ધાળુ ભક્તો બહોળી સંખ્યામાં દરરોજ પધારે છે. અને ઉતરોતર સંખ્યા વધતી જાય છે. આ કટારિઆજી તીર્થ યાત્રિકોની શ્રધ્ધાનું પ્રતિક બન્યું છે.